ગાંધીનગર નજીક આવેલા મગોડી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતો કોમ્પ્યુટર ઓપરેટર વિવિધ સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી માટે ગ્રામજનો પાસેથી રૂપિયા પડાવતો હોવાની વ્યાપક ફરિયાદને પગલે આજે અમદાવાદ એસીબી દ્વારા ડીકોય ગોઠવવામાં આવી હતી અને ૨૦૦ રૂપિયાની લાંચ લેતા આ ઓપરેટરને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલમાં કોઈપણ સરકારી કામ માટે અરજદારોને રૂપિયા આપવા પડતા હોય છે ત્યારે આ પ્રકારની ફરિયાદો વ્યાપક બની છે. જેના કારણે એસીબી દ્વારા આવા લાંચિયા અધિકારી કર્મચારીઓને પકડવા માટે છટકા ગોઠવવામાં આવી રહ્યા છે તેમ છતાં આ પ્રવૃત્તિ બંધ થતી નથી.
આ સ્થિતિમાં ગાંધીનગર શહેર નજીક આવેલા મગોડી ગામમાં ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવશો વિશાલ રોહિતજી ઠાકોર છેલ્લા ઘણા સમયથી અહીં કામ અર્થે આવતા ગ્રામજનો પાસેથી સરકારી યોજનાઓની ઓનલાઈન કામગીરી માટે ગમે તે બહાના કાઢીને ૧૦૦ થી ૫૦૦ રૃપિયાની લાંચ લેતો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે આજે અમદાવાદ એકમના એસીબીની ટીમ દ્વારા ડીકોય ગોઠવવામાં આવી હતી અને એક અરજદારને કામ લઈને ગ્રામ પંચાયતમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે કોમ્પ્યુટર ઓપરેટર વિશાલ ઠાકોર સાથે વાતચીત કરી હતી અને તેણે ૨૦૦ રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. જેથી ત્યાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી સોલંકી અને તેમની ટીમ દ્વારા વિશાલ ઠાકોરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application