પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાનાં ઓરુમણા ગામનાં ખેડૂતે 2020ની સાલમાં પોતાનો ઘરકામ માટે રુપિયાની જરુર પડતાં રૂા. 86 લાખ જેવી માતબર રક્રમ જમીનનો ગીરો ખત કરીને એક વર્ષ માટે લીધી હતી. જે ખેડૂતે તેમનાં લેણદારને રોકડમાં ચુકવી આપી હતી તેમ છતાં આ લેણદાર અને અન્ય બે મહિલાઓએ વ્યાજ ન ચૂકવો તો ઈજ્જત સાથે છેડછાડ કરી તેવા કેસ કરવાની ધમકીઓ આપી વ્યાજનાં રુપિયાની માંગણી કરી અવારનવાર ઉઘરાણી કરી ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ આ ખેડૂતે નોંધાવી હતી.
પોલીસે આ અંગે મહિલાઓ સહિત ત્રણ સામે આઇ.પી.સી. 387, 506(2) તથા ગુજરાત નાણાંની ધીરનાર કરનારા અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ શંખેશ્વરનાં સોહમણાનાં ખેડૂત હરીભાઇએ તા. 31-1-2020નાં રોજ સમીનાં એક ગામનાં શિવાભાઈ નામની વ્યક્તિ પાસેથી ઘરકામ માટે રૂા. 86 લાખની રકમ જમીનનો ગીરોખત કરીને લીધી હતી.તે સમયે તેમણે કોરા ચેકો પણ શિવાભાઇને આપ્યા હતા ને પાકતી મુદતે ખેડૂતે રૂા.86 લાખની રકમ રોકડમાં પરત કરી હતી. છતાં તેમણે ખેડૂત હરિભાઇ સામે શિવાભાઇએ સમી કોર્ટમાં આ પૈસા પરત આપેલ નથી તેવો કેસ કરેલો. જે હાલમાં ચાલી રહ્યો છે.
ખેડૂત હરિભાઇએ તેમનાં ચેકો પાછા માંગતા તેમણે આપ્યા નથી. ને ઉછીની રકમનું રૂા.25 લાખનાં વ્યાજની માંગણી કરી હતી તથા મુડી જમા કરાવ્યાનાં દસ્તાવેજો આપતાં નહોતા. અને તેમને હેરાન કરતા હોવાનો તથા બે મહિલાઓએ પાટણ સેસન્સ કોર્ટમાં કેસ કરેલ હોવાનો તથા તેમને ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500