વાપીના છીરી ગામે આવેલા બેંકના એટીએમ સેન્ટરમાં બે પૈકી એક ગઠીયાએ ગ્રાહકને એટીએમ મશીન મે બેલેન્સ દીખ રહી હે, અપડેટ મારો એમ કહી પીચ નંબર મેળવી કાર્ડ બદલી કરતબ કરી ગયા હતા. ભેજાબાજોએ ગ્રાહકના ખાતામાંથી રૂ.૫૦ હજાર ઉપાડી લીધા હતા. જયારે વાપીના યુવાનને ટેલીગ્રામ મેસેજ કરી રૂ.૨૧,૮૩૦ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરાઇ હતી. મળતી માહિતી મુજબ, વાપીના છીરી ગામે વલ્લભનગરમાં ભાઇલાલ રામસ્વરૂપ દ્વિવેદી પરિવાર સાથે રહે છે. તા.૧૫-૦૨-૨૫ના રોજ ભાઇલાલ છીરીમાં આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં નાણાં ઉપાડવા ગયા હતા.
નાણાં ઉપાડતી વેળા ત્યાં હાજર બે પૈકી એક યુવાને એટીએમ મશીન મે બેલેન્સ દીખ રહી હે, અપડેટ કરો એમ કહી પીન નંબર જોઈ લીધો હતો. બાદમાં ભાઇલાલની નજર ચુકવી કાર્ડ બદલી એક્સિસ બેંકનું બોગસ કાર્ડ પકડાવી ગયા હતા. ભાઈલાલે મશીનમાં કાર્ડ અપલોડ કરવા છતા નાણાં નહી નિકળતા એક્સિસ બેંકના એટીએમ સેન્ટરમાં જઈ નાણાં ઉપાડવા પ્રયાસ કર્યો પણ નાણાં ઉપડયા ન હતા. ભાઈલાલના મોબાઈલ પર સમાંયતરે કુલ રૂ.૫૦ હજાર ઉપાડયાનો મેસેજ આવતા ગભરાય ગયા હતા. બેંકમાં પહોંચી અધિકારીને જાણ કરતા તપાસ દરમિયાન બન્ને ભેજા બાજ કોઈ મહિલાનો બોગસ કાર્ડ પધરાવી ગયાનું જણાયું હતું.
બાદમાં ભાઇલાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજા બનાવમાં વાપીના વટાર ગામે રહેતા નૈનેશ બિપીનભાઈ પટેલે તા.૧૬-૧૨-૨૪ના ટેલીગ્રામ પર આવેલી અજાણી લિન્ક ઓપન કરતા તમે ઓનલાઈન બિઝનેસ કરવામાં ઇચ્છા ધરાવે છો? એમ જણાવતા હા પાડી હતી. જેથી નૈનેશને ટેલીગ્રામ કસ્ટમર સર્વિસ નામના ગ્રુપમાં એડ કયી હતો. બાદમા બિઝનેશ કરવા પ્રોડક્ટ ખરીદવા જણાવી રૂ.૫૦૩૭ની વસ્તુ ખરીદવા નાણાં ટ્રાન્સફર કરાવી નફો નહી મળતા ગ્રુપમાં જાણ કરી હતી. જોકે નૈનેશ પાસે બીજી વસ્તુ ખરીદવા રૂ.૧૬૭૯૩ ટ્રાન્સફર કરાવ્યા હતા. કુલ રૂ.૨૧૮૩૦ ટ્રાન્સફર કર્યા બાદ પણ નફો નહી મળતા ટેલીગ્રામ કસ્ટમર સર્વિસ ગ્રુપ પર મેસેજ કરી જાણ કરતા વઘુ વસ્તુ ખરીદો તો નફો મળશે એમ જણાવાયું હતું. જો કે નૈનેશને પોતે છેતરાયો હોવાનો એહસાસ થતા સાયબર સેલ હેલ્પલાઈન પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વાપી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500