Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડના બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ- વિગત જાણો

  • October 20, 2021 

વાલોડ તાલુકાના ઈનમાં ગામમાંથી બોરમાં લગાવેલ સબ મર્સીબલ મોટરની ચોરી કરનાર વાલોડના બે યુવકો વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર, વાલોડ તાલુકાના ઈનમાં ગામના ટેકરા ફળિયામાં રહેતા, રાહુલભાઈ પરશુરામભાઈ પટેલના ઓની સંયુક્ત માલિકીની જમીન મોજે ઈનમાં ગામની સીમમાં ખેતીની જમીન સર્વે નંબર-45માંથી ગત તા.17મી ઓક્ટોબરનાં રોજ બોરમાં લગાવેલ સબ મર્સીબલ મોટરની ચોરી થઈ હોવાની શંકાના આધારે તપાસ કરતા (1) ધર્મેશભાઈ પ્રતાપભાઈ હળપતિ (રહે.બંગાલી ફળિયું, વાલોડ) તથા (2) વિક્કીભાઈ દલસુખ ભાઈ હળપતિ (રહે.ઈનમાં ગામ,વાલોડ)ના ઓએ મોટરસાઈકલ ઉપર સબ મર્સીબલ મોટર લઈ જતા ગ્રામજનોએ જોયા હતા.

 

 

 

 

દરમિયાન બંગલી ફળિયામાં રહેતા ધર્મેશભાઈના ઘરમાં પજરીનાં ભાગેથી સબ મર્સીબલ મોટર મળી આવી હતી. બનાવ અંગે રાહુલભાઈ પરશુરામભાઈ પટેલના ઓએ ધર્મેશ અને વિક્કી વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે સોમવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application