Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હથુરણ ગામે કામ બાબતે અસંતોષ થતાં ખેતર માલિકે મજૂરને મારમાર્યાની ફરિયાદ નોંધાઈ

  • January 18, 2025 

સુરત જિલ્લાના માંગરોળના હથુરણ ખાતે મજૂરને કામ કરવા બાબતે ખેતર માલિકે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસની હદમાં હથુરણ ગામની સીમમાં ટાંકી ફળિયામાં રહેતા ૩૫ વર્ષીય ઉમેશભાઈ પ્રકાશભાઇ વસાવા હથુરણ ગામની સીમમાં આવેલી મહમદ ઇલિયાસ અહમદ મુખ્તાર ભૈયાતની વાડીમાં હાજર હતા. જે દરમિયાન મહમદ ઇલિયાસ ઉમેશભાઈ પાસે આવી ખેતરમાં કામ કરવા બાબતે માર મારી હવે પછી કામ બરાબર નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ બાબતે મજૂરે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે મહમદ ઇલિયાસ ભૈયાત વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application