તાપી જિલ્લામાં પણ કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાને લઈ કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાપી કોવિડ-૧૯ સબંધિત કેટલીક માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે અમલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
જે મુજબ તા.૭ થી ૩૦ એપ્રિલ સુધી રાજકિય, સામાજિક અને અન્ય કોઈપણ પ્રકારના મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તા.૧૦ એપ્રિલથી લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. આ દરમિયાન કોવિડ-૧૯ સબંધિત અન્ય માર્ગદર્શક સુચાનાઓ યથાવત રહેશે. કોઈ પણ Gatheringમાં ૫૦થી વધુ વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહીં. આ દરમિયાન અન્ય માર્ગદર્શક સુચાનાઓ યથાવત રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તોજ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે.
જિલ્લામાં વધતા કોરોનાના કેસોની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇને કલેક્ટર આર.જે.હાલાણીએ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું છે કે, સરકારી કચેરીઓમાં આવતા અરજદારોએ પોતાનું કામ મહત્વનું હોય તો જ સરકારી કચેરીઓની મુલાકાત લે, સામાન્ય કે ઓવા મહત્વના કામો માટે અરજદારો અને મુલાકાતીઓએ કામકાજના દિવસો દરમિયાન પણ સરકારી કચેરીઓની મુલાકાત ટાળવી અને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે તથા તમામ લોકો પોતાની પ્રવૃતિઓને નિયંત્રિત કરે તો જ આપણે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવી શકીશું. માસ્ક ફરજિયાતપણે પહેરવા અને તેનો કડક અમલ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે સૂચનાઓ આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500