Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યભરમાં હાલ ઠંડીએ જોર પકડ્યું : જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

  • January 09, 2025 

રાજ્યભરમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે. જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સવારથી સાંજ સુધી નગરજનો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે.


ત્યારે બુધવારે ઠંડા પવનની વચ્ચે ગાંધીનગરમાં રૅકોર્ડબ્રેક 6 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો. તો બીજી બાજુ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી ગાંધીનગરના રહેવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. જોકે, અચાનક ફરી વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે.


હાલમાં જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં આક્રમક ઠંડીની મોસમ જામી છે. છેલ્લાં ઘણા દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા બુધવારે નલિયા બાદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. સવારનું તાપમાન 6 ડિગ્રી તેમજ સાંજનું તાપમાન 25.8 ડિગ્રી આવીને અટકી ગયું હતું. એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં સાડા પાંચ ડિગ્રીનો ઘટાડો થવાના કારણે નગરજનોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, દિવસ અને રાત્રિના તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ યથાવત્ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application