સુરત શહેરમાં ઠંડી 13.2 ડિગ્રી નોંધાઇ હતી. તો આખો દિવસ ઉતર-પશ્રિમ દિશામાંથી ઠંડા પવને શહેરીજનોને રાત્રીના અને દિવસના પણ બરાબરના ધુ્જાવ્યા હતા. હવામાન કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ, સુરતનું અધિકતમ તાપમાન 27.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 13.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 28 ટકા, હવાનું દબાણ 1012.8 મિલીબાર, ઉતર-પશ્રિમ દિશામાંથી કલાકના 8 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. હવામાન વિદ્દોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે મકરસંક્રાતિનો તહેવાર ઉજવાયા બાદ ધીરે ધીરે ઠંડી ગાયબ થઇ જાય છે. પરંતુ આ વર્ષે ઠંડી ગાયબ થવાના બદલે રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઇ છે અને હજુ પણ ઘટતી નથી જોકે આગામી દિવસોમાં કમશઃ ઘટતી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application