Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પંજાબ અને હરિયાણામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચુ નોંધવામાં આવતા ઠંડી યથાવત

  • December 30, 2024 

ભારે બરફ વર્ષા પછી આજે કાશ્મીરમાં ફલાઇટોની નિયમિત અવરજવર શરૂ થઇ ગઇ હતી. બીજી તરફ સડક માર્ગો પણ વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા હતાં. પંજાબ અને હરિયાણામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચુ નોંધવામાં આવતા ઠંડી યથાવત રહી છે. શનિવારની ભારે બરફ વર્ષા પછી માર્ગોને વાહન વ્યવહાર માટે ખોલવા જમ્મુ-કાશ્મીર સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી.


રાજ્યના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે આ કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી. સવારે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક શરૂ કરી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ પણ ફલાઇટ ફરીથી શરૂ થઇ ગઇ હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. એક દિવસ બંધ રાખવામાં આવ્યા પછી શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પણ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ હાઇવે કાશ્મીર ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડે છે. હરિયાણાના અંબાલામાં મહત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પંજાબના અમૃતસરમાં દિવસ દરમિયાન ૧૬.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના કોટામાં હળવો વરસાદ પડયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application