ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)નું ધોરણ-10 એટલ કે SSCનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગ્યે આ પરિણામ જાહેર કરાયું હતું. તમે GSEBની સત્તાવાર વેબસાઈટ પર તમારા પરિણામ જોઈ શકશો. ઉલ્લેખનીય છે કે, ધોરણ-10નાં લગભગ 9.50 લાખ વિદ્યાર્થીઓનાં પરિણામ આજે જાહેર કરાયા છે. જોકે આજે માત્ર પરિણામ જાહેર કરાય છે, જ્યારે માર્કશીટ થોડા દિવસોમાં આપવામાં આવી શકે છે. આ વખતે રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાત બોર્ડે 12માં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ લેવાઈ હતી. આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ-10નું પરિણામ જાહેર થયું . રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે. હવે ધોરણ-12નું પરિણામ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. આ વખતે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ તેમનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. ધોરણ-10ની પરિક્ષામાં વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું 59.58 ટકા પરિણામ રહ્યુ છે.
વિધાર્થીઓ આટલા સ્ટેપમાં જોઈ શકાશે રિઝલ્ટ...
સ્ટેપ-1 રિઝલ્ટ ચેક કરવા માટે સૌ પહેલાં ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ,
સ્ટેપ 2- હોમ પેજ પર Check Gujarat Board Resultની લિંક પર ક્લિક કરો,
સ્ટેપ 3- આગળના પેજ પર રોલ નંબર એન્ટર કરીને લોગિન કરો,
સ્ટેપ 4- રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે,
સ્ટેપ 5- રિઝલ્ટ ચેક કર્યા પછી પ્રિન્ટ લો અને હાર્ડ કોપી રાખો.
ધોરણ-10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. ધોરણ-10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ-10નું દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાનાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 95.92 ટકા આવ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનાં ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500