દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સરકાર પગલાઓ લઇ રહી છે, તે માર્કેટમાં રસી આવ્યા બાદ તેની કિંમતોને લઇને હવે કંપનીઓએ ડોઝના ભાવ હવે ઘટાડી દીધા છે. આ વેક્સિનનો ભાવ રૂપિયા 840 હતો. જેમા હવે કંપનીએ ઘટાડો કર્યો છે. કંપનીએ વેક્સીનનો દરેક ડોઝ 840 રૂપિયાથી ઘટાડીને 250 રૂપિયા કરી દીધો છે. હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રસીકરણ કેન્દ્રમાં એક ડોઝની કિંમત 400 રૂપિયા હશે, જે પહેલાં 900 રૂપિયા હતી, આ નવી કિંમતમાં કર અને વહીવટી શુલ્કનો સમાવેશ થાય છે.
કોરોના વેક્સિન 5-12 વર્ષની વયના બાળકોમાં ઇમરજન્સીમાં ઉપયોગ માટે માન્યતા આપવામાં આવી છે. આ રસીને અનુકૂળ બનાવવા માટે, તે સિંગલ-ડોઝની શીશીમાં આવે છે. જેમાં 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોર્બાવેક્સ રસી મેળવવા માટે કો-વિન પોર્ટલ દ્વારા સ્લોટ બુક કરવામં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બાળકોને Corbevaxના 4.39 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે અને કંપનીએ કેન્દ્ર સરકારને લગભગ 10 કરોડ ડોઝની સપ્લાય કરી છે.
બાયોલોજીકલ E એ ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને બાયલર કોલેજ ઓફ મેડિસિન સાથે મળીને Corbevax બનાવી છે. રસીકરણ માટે, કંપનીએ EUA મેળવતા પહેલા 5-12 વર્ષ અને 12-18 વર્ષની વયના બાળકોમાં પરીક્ષણો કર્યા હતા. 156 માર્ચે કેન્દ્ર સરકારે 12-14 વર્ષની વયના બાળકો માટે કોવિડ-19 રસીકરણ શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં 3.17 કરોડથી વધુ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
દેશની પ્રથમ પ્રોટીન સબ્યુનિટ રસી Corbevax છે. જ્યારે દેશમાં જ બનેલી આ ત્રીજી કોરોના રસી છે. પ્રોટીન સબ્યુનિટ રસીનો અર્થ એ છે કે, તે સમગ્ર વાયરસને બદલે વાયરસના એક ભાગનો ઉપયોગ કરીને રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી શકે છે. આ રસીમાં કોરોના વાયરસના S પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રસી દ્વારા એસ પ્રોટીન શરીરમાં પ્રવેશતાની સાથે જ રોગપ્રતિકારક શક્તિ પણ સક્રિય થઇ જાય છે અને વાયરસ સામે લડે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500