ડાંગનાં વણઝારઘોડી ગામની 12 વર્ષીય બાળકીના વાલીને નડિયાદથી આવેલા શખ્સોને મામુલી રકમની લાલચ આપી લગ્ન માટે તૈયાર કર્યા હતા. જે બાદ 12 વર્ષીય બાળકીનો લગ્ન માટેનો સોદો કરી આહવા બસ ડેપો પર ગયા હતા.
આ અંગેની જાણ આહવા તાલુકાના પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ દીપકભાઈ પીપળેને થતા તેઓ તુરંત જ આહવા બસ ડેપો ઉપર ઘસી ગયા હતા અને નડિયાદના શખ્સો અને 12 વર્ષીય બાળકીની પૂછપરછ કરી તેઓએ તુરંત જ આહવા પોલીસ મથકે તથા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરી હતી. સ્થળ પર અધિકારીઓની ટીમે પહોંચી તપાસ કરતા આ બાળકી હજુ લગ્ન માટે પરિપક્વ ન હતી તેમ છતા કોઈ દલાલ દ્વારા આ બાળકીના વાલીઓને પૈસાની લાલચ આપી લગ્નના બહાને વેચવાનું કાવતરું કર્યું હોવાનું બહાર આવ્યું હતું. આખરે હાલમાં બાળ સુરક્ષા વિભાગ ડાંગ દ્વારા બાળકીનો કબ્જો મેળવી તેના વાલી વારસાને સમજાવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application