માણસા તાલુકાના અનોડીયા અંબાજીપુરા ખાતે રહેતા ખેડૂતનો પુત્ર ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને ચાલતો ચાલતો ડોડીપાળ બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યો તે સમયે એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી આ બાળકને ટક્કર મારતા તેને મોઢાના ભાગે માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને વધુ સારવાર મળી તે પહેલા જ કરુણ મોત નિપજ્યું હતું જે બાબતે માણસા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના અનોડીયા અંબાજીપુરા, ડોળીપાળ ગામના વતની અને ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાઠોડ કિશનસિંહ રૃપસિંહનો બાલવાટિકામાં અભ્યાસ કરતો છ વર્ષીય પુત્ર રુદ્રપાલસિંહ ગઈ કાલે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી સવારે ચાલતો ચાલતો ગામમાં જઈ રહ્યો હતો અને જ્યારે તે ડોડીપાળ ગામના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો તે વખતે એક ઇકો કારના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આ બાળકને ટક્કર મારતા તેને મોઢાના,માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.
તે સમયે અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ બાળકને તાત્કાલિક પ્રથમ પ્રાંતિજ સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલા જ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર ઇકો કારનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટયો હતો જે બાબતે મૃતક બાળકના પિતાએ માણસા પોલીસ સ્ટેશનને ઇકો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500