ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 3 નવેમ્બર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન અને યોગી આદિત્યનાથ વચ્ચે આશરે એક કલાક સુધી બેઠક ચાલી હતી. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણી સહિતના મહત્ત્વના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તારીખ 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે યોગી આદિત્યનાથની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન મોદી અને સીએમ યોગી વચ્ચેની આ મુલાકાત ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ બેઠક દરમિયાન ઉત્તરપ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણી અંગે લાંબી ચર્ચા થઈ હતી. આ સાથે રાજ્યના વિકાસના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારે જોરશોરથી તૈયારીઓ કરી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી વચ્ચેની આ મુલાકાત ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા-ચૂંટણી અંગે લાંબી ચર્ચા થઈ હતી. આ સાથે રાજ્યના વિકાસના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ માટે ઉત્તર પ્રદેશ સરકારે જોરશોરથી તૈયારીઓ કરી લીધી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીએ મહાકુંભની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application