આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા ચિત્તા નેશનલ પાર્કની બહાર નિકળીને ગ્રામીણ વસાહતીઓના ઢોર માલ પર હુમલા કરી રહયા છે. ચિત્તાને ભગાવવા માટે ગ્રામીણો લાઠી, દંડા તેમજ પથ્થરોનો ઉપયોગ કરી રહયા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કૂનો પાર્કમાંથી ૫ ચિત્તાઓ બહાર આવી ગય હતા. ઘટના પરની વન વિભાગની રેસ્કયુ ટીમ ગ્રામીણોને ચિત્તાથી દૂર રહેવાની સુચના આપી રહી હતી પરંતુ ગામ લોકો માનતા ન હતા. સામાન્ય રીતે ચિત્તા માણસ પર હુમલા કરતા નથી પરંતુ મારણ માટે પાલતું પ્રાણીઓને શિકાર બનાવે છે.
અગાઉ એક મહિના પહેલા પણ જંગલમાં ખુલ્લામાં છોડવામાં આવેલી માદા ચિત્તા જવાલા અને તેના ૪ બચ્ચા શનિવારે સાંજે પ્રથમવાર પાર્કની સરહદ પાર કરી ગયા હતા. રવીવારે કેટલાક ચિત્તા વીરપુર ચાલુકાના શ્યામપુર પાસે દેખાયો હતો. આ ચિત્તા નિર્માણાધિન શ્યોપુર-ગ્વાલિયર બ્રોડગેજ રેલ્વે ટ્રકથી અંદાજે માત્ર એક કિમી દૂર હતો. પાંચ ચિત્તાઓ કૂનો સાયફનથી સીધા કૂનો નદી સુધી પહોંચ્યા હતા. પુલ નજીક લાંબા સમય સુધી બેઠેલા ચિત્તા જોવા માટે લોકોની ભીડ એકઠી થઇ હતી.માદા ચિત્તા અને બચ્ચાઓ એક પછી એક રસ્તો પસાર કરી રહયા હતા.
ત્યારે તેમને ગાય પર છાપો મારીને હુમલો કર્યો હતો. માદા ચિતા અને બચ્ચાઓને ભગાડવા માટે ગ્રામીણો એકઠા થઇને પ્રતિક્રિયા આપી હતી.જવાલા નામના ચિત્તાએ ગાયની ગરદન લાંબો સમય સુધી પકડી રાખી હતી. છેવટે જવાલા પોતાના બચ્ચા સાથે ભાગીને કૂનો પુલ ક્ષેત્ર પાર કરીને વીરપુર તિલલિડેરરા ક્ષેત્ર તરફ ગયા હતા. જવાલા અને તેના પરિવારને ૨૧ ફેબુ્આરીના રોજ ખજુરી ક્ષેત્રના જંગલમાં છોડવામાં આવ્યા હતા.એક મહિનામાં જ ચિત્તા પરિવાર પાર્ક ક્ષેત્રની બહાર ફરવા લાગ્યો છે. વન વિભાગના અધિકારીઓએ લોકોને સુરક્ષાનું ધ્યાન રાખવાનું તથા ચિત્તાને નહી ચિડવવાની સુચના આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500