મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા શહાદા શહેરમાં રહેતી પરિણીતા પર તેણીના પતિ અને સાસરિયા પક્ષની મહિલા અને સભ્યોએ ત્રાસ આપી રૂપિયાની માંગ અને હત્યા કરવાની કોશિશ કરતા હોવા અંગેની ફરિયાદ શહાદા શહેરના પોલીસ મથકે નોંધાઈ હતી. જયારે ગુન્હો નોંધાયો તે તમામ ૧૦ સાસરિયા સુરત શહેરમાં અને કડોદરામાં રહે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહાદા શહેરની એક યુવતીનાં લગ્ન રૂતિક આબા ઉર્ફ રમેશભાઈ ગાયકવાડ (રહે.વેસુ સંગિણી વેદાંતા અપાર્ટમેન્ટ, એફ.૪૦૨, શામ મંદિર પાસે, સુરત)ની સાથે સમાજના રીતિરિવાજ મુજબ થયા હતા. જયારે લગ્નના થોડાક માસ બાદ તારીખ 28/12/2023થી પિયરમાંથી બે લાખ રૂપિયા લાવવાની માંગ કરી હતી. તેણીએ રૂપિયા ન લાવતા પતિ રૂતિક ગાયકવાડે પત્નીને ઓઢણી વડે ગળે ફાંસો લગાવી હત્યા કરવાની કોશિશ કરી હતી. સાસરા આબા ઉર્ફે રમેશભાઈ શામરાવ ગાયકવાડ પરિણીતા પર ખરાબ નજર કરી હાથ પકડી લીધો હતો તેમજ દિયર મુકેશ ગાયકવાડ, નણંદ દિવ્ય જિતેન્દ્ર વાઘ, નંદોઈ જિતેન્દ્ર રવિન્દ્ર વાઘ (બંને રહે.આયોધ્ય નગરી, ડિંડોલી,સુરત) એક મહિલા, સતિષ હરિશ્ચંદ્ર સાળવે (બંને રહે.કડોદરા, જિ.સુરત), આશા સુરેશ બાવિસ્કર, સુરેશ ઉખડુ બાવિસ્કર (બંને રહે.બાટલીબોય બ્રિજની પાસેની મરિમાતાની શાળા પાસે, સુરત)એ વારંવાર પરિણીતાને ત્રાસ આપી પિયરમાંથી બે લાખ રૂપિયા લાવવા દબાણ કરતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500