ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી-કમ-મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા માટે હવે શૈક્ષણિક લાયકાત હવે ગ્રેજ્યુએટ કરવામાં આવી છે. એટલે હવે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે. આ અગાઉ ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા. તલાટી-કમ-મંત્રી રાજ્યના પંચાયત વિભાગ હસ્તકના કર્મચારી ગણાય છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી-કમ-મંત્રીની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરીને હવે સ્નાતક (ગ્રેજ્યુએટ) કરવામાં આવી છે. તેથી તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application