કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી દેશમાં દેખાતી 63 પોર્ન વેબસાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ ટેલિકોમ્યુનિકેશન વિભાગે કર્યો હતો. આ વેબસાઈટસનાં યુઆરએલને સર્ચ રીઝલ્ટમાંથી હટાવી દેવાનો આદેશ કર્યો છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને એક નોટિસ પાઠવવામાં આવી છે.
નવા આઈટી કાયદા પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી છે. મોબાઈલ ફોન, લેપટોપ કે ડેસ્કટોપમાં આ વેબસાઈટ ખુલે નહીં તે માટે તેના યુઆરએલ બ્લોક કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ હાઈકોર્ટનાં આદેશ બાદ 2018થી અત્યાર સુધીમાં સરકારે 800 જેટલી પોર્ન વેબસાઈટનાં યુઆરએલ બ્લોક કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application