Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાવાગઢ મહાકાળી માતાના દર્શને જતા ભક્તો માટે કેન્દ્ર સરકારે રોપ-વેને લંબાવવાની મંજૂરી આપી

  • May 12, 2024 

પાવાગઢ પર્વત પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શને જતા ભક્તો માટે એક મોટી ખુશ ખબર, કેન્દ્ર સરકારે રોપ-વેનેલંબાવવાની મંજૂરી આપી દીધી છે. ભક્તોને રોપ-વેની સુવિધા મળવાથી હવે સરળતાથી અને ઓછા પગથિયાં ચઢીને માતાના દર્શન કરવા માટે વધુ સહલાઈ થી જઈ શકશે. પાવાગઢ મંદિરે જવા માટે માત્ર દુધિયા તળાવ સુધી જ રોપ-વે સેવા ઉપલબ્ધ છે. દૂધિયા તળાવથી મહાકાળી મંદિર સુધી જવા 400થી વધુ પગથિયાચઢવા પડે છે. ત્યારે હવે જો નિજ મંદિર સુધી રોપ-વે બનશે તો ભાવિ ભક્તો સરળતાથી માતા દર્શન કરી શકશે.  કેન્દ્ર સરકારની નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ પાવાગઢમાં રોપ-વેને મંદિર સુધી લંબાવવા માટેની મંજૂરી આપી દીધી છે. જેના માટે એક જોઇન્ટ મોનિટરિંગ કમિટી બનાવવામાં આવી છે. આ સમિતિએ તાજેતરમાં સ્થળ પર તપાસ કરી છે અને રોપ-વેનેલંબાવવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application