Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ઢોર પકડવાની કામગીરી યથાવત, આજદિન સુધી 193 રખડતા ઢોર પકડી પાડ્યા

  • October 31, 2023 

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે આ ઉપરાંત ઢોરના કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. દરમિયાન ગત શુક્રવારે કોર્ટમાં હિયરીંગમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ સરકારે સુરત સહિત તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને રખડતા ઢોરના ન્યુસન્સ દુર કરવા માટે અસરકારક કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો.



જેના કારણે સુરત પાલિકાએ આજદિન સુધી એટલે કે અઢી દિવસમાં 193 રખડતા ઢોર ડબ્બે પુરી દીધા છે. જયારે રખડતા ઢોરના ન્યુસન્સ મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કર્યા બાદ સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને પોલીસ વચ્ચે સંયુક્ત બેઠક થઈ હતી. જેમાં ત્રણેય વિભાગની સંયુક્ત ટીમ બનાવી રખડતા ઢોરનું ન્યુસન્સ દુર કરવા માટે કામગીરી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલિકાએ ત્રણ પાળીમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી. પાલિકાએ પહેલા દિવસે એટલે રવિવારે રજાના દિવસે 80 બીજા દિવસે 54 અને આજે સરદાર જયંતિની રજાના દિવસે પણ બપોર સુધીમાં 49 રખડતા ઢોરને ઝડપીને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application