Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડના તિથલ રોડ ઉપર આવેલ 2 એપાર્ટમેન્ટમાંથી પાર્ક કરેલ કારમાંથી કારટેપ ચોરી

  • December 26, 2021 

વલસાડના તિથલ રોડ ઉપર આવેલા 2 એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં પાર્ક કરેલી 5 કાર માંથી કાર ટેપ ચોરી જવાની ઘટના સામે આવી છે. આ કારમાંથી સાગમટે કારટેપ એક જ રાતમાં ચોરાઇ જતાં પોલીસ જાણ કરવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, વલસાડના પોશ વિસ્તાર તિથલ રોડ ઉપર આવેલા સિધ્ધિ એપાર્ટમેન્ટ અને સંસ્કાર રો-હાઉસમાં પાર્કિગમાં વાહનો પાર્ક કરાયા હતા. જેમાં ગતરોજ રાત્રીના  સમયે એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી 5 કારના માલિકોએ સવારે જોતાં કાર માંથી કાર ટેપ કાઢીને કોઇ અજાણ્યો ચોર ઇસમો ચોરી ગયા હોવાનું માલૂમ પડ્યું હતું જેને લઇ સોસાયટીમાં ચકચાર મચી ગઇ હતી.જોકે કાર ટેપ ચોરી કરતી ટોળકી ફરી સક્રિય થઇ હોવાની પ્રતિતી લોકોને થઇ હતી આ મામલે રહીશોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે 15 દિવસ અગાઉ પણ વલસાડના સ્વર્ગાશ્રમ મંદિર રોડ પર આવેલી રાજેશ્વરી અને મધુબન સોસાયટીમાં કેટલાક શંકાસ્પદ ઇસમો રેકી કરતા હોવાના દશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેની સોસાયટીના રહીશો દ્વારા પોલીસને મૌખિક જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગતરોજ તિથલ રોડના સિધ્ધિ એપાર્ટમેન્ટ અને સંસ્કાર રો-હાઉસ સોસાયટીના પાર્કિંગમાંથી 5 કારના કાર ટેપની ચોરીની ઘટના સામે આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application