Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશમાં ભયાનક રોડ અકસ્માત : કાર ચાલકે કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાયા બાદ કાર ખીણમાં ખાબકી, 6નાં મોત

  • December 06, 2024 

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. એક સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવ્યો અને ઝાડ સાથે અથડાઈને ખીણમાં ખાબકી હતી. આ કારમાં 11 લોકો સવાર હતા. જેમાંથી 6નાં મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, કારમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. કારમાં સવાર તમામ ઉત્તરાખંડના રહેવાસી હતા. અકસ્માતની માહિતી મળતાં પીલીભીતના ન્યુરિયા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન જેસીબીની પણ મદદ લેવી પડી હતી. તારીખ પાંચમી ડિસેમ્બર રાત્રે ફુલ સ્પીડ કાર ટનકપુર હાઈવે પર અચાનક એક ઝાડ સાથે અથડાઈ અને ખીણમાં પડી અને પલટી ગઈ. ઉત્તરાખંડના રહેવાસી શરીફ, નઝીર, રકીબ, મંજૂર અહેમદ, બાબુ ઉદ્દીન અને કાર ચાલકનું મૃત્યુ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application