ભરૂચના કડોદ નજીક એક ઈકો કારનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડામાં નીચે ઉતરી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી મુજબ, ભરૂચ શુકલતીર્થને જોડતા માર્ગ પરથી એક ઈકો કાર ચાલક પસાર થઈ રહ્યો હતો.
તે સમયે કડોદ નજીક કારના ચાલકે તેની કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ઈકો કાર નજીકમાં ખાડામાં ઉતરી ગઈ હતી. તે સમયે કારમાં સવાર લોકોની બુમોથી આજુબાજુથી પસાર થતા લોકો તાત્કાલીક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યાંથી પસાર થતા લોકોએ કારમાં સવાર એક મહિલા સહિતના લોકોને સલામત રીતે બહાર કાઢયા હતા. જોકે તેમને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી તેઓને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ જાનહાની નહી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application