વ્યારાનાં ધાટ ગામમાં છેલ્લા એક માસમાં ખેતરોમાં મૂકેલી પાણીની ઇલેક્ટ્રીક મોટરના કેબલ વાયરની ચોરી કરતી ટોળકીનો ત્રાસ વધી ગયો છે, જ્યારે પાંચ જેટલા ખેડૂતોના કેબલો ચોરી જવામાં આ ટોળકી સફળ થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ધાટ ગામનાં કણબી ફળિયાનાં ખેડૂતો કેબલ વાયરોની ચોરીના વધેલા કિસ્સા મુદ્દે પોલીસમાં લેખિત અરજી કરી હતી.
જેમાં ખેડૂત જીગ્નેશભાઈ ગામીત, તેજસભાઈ ગામીત, અંબેલાલ ચૌધરી, નયનેશ વસાવા અને અક્ષય ગામીતએ ઇલેક્ટ્રીક પિયત પાણીની કેબલ વાયર 1300 ફૂટ જેટલા ચોરી થયાની રજૂઆત કરતા જણાવ્યું છે કે, ધાટ ગામનાં ખેડૂતોએ ખેતીનાં વિકાસ માટે અનેક પ્રયાસો કરતા રહ્યા છે ખેતરોમાં સુવિધા માટે નદીમાંથી પાણી મેળવે છે. પરંતુ ઇલેક્ટ્રીક મોટર અને કેબલ વાયરો છેલ્લા એક મહિનાથી ચોરાયા હતા. જેમાં જીગ્નેશભાઈનાં રૂપિયા 24,000/-, તેજસભાઈનાં રૂપિયા 6,500/-, અંબેલાલભાઈનાં રૂપિયા 8,550/-, નયનેશભાઈનાં ત્યાંથી રૂપિયા 1,350/-નું અને અક્ષયભાઈને 2,700/- મળી કુલ રૂપિયા 40,490/-નાં કેબલ વાયરની ચોરી થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500