ગાંધીનગર શહેર નજીક આવેલા લેકાવાડાના સી.આર.પી.એફ. કેમ્પમાં ગરબા પૂર્ણ થયા બાદ પ્રસાદ વેચવા મામલે તકરાર થઈ હતી અને તેમાં જવાન ઉપર હુમલો કરવાની ઘટના બની હતી. ઘાયલ જવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ આ મામલે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેર નજીક આવેલા લેકાવાડાના સીઆરપીએફ કેમ્પમાં રહેતા અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ નાગજીભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, સી.આર.પી.એફ. કેમ્પના ગરબા ગ્રાઉન્ડમાં પરિવાર સાથે ગરબા જોવા માટે ગયા હતા.
તે દરમિયાન રાત્રે ગરબાનો કાર્યક્રમ પૂર્ણ થતા પ્રસાદ વિતરણ કરી રહ્યા હતા. તે સમયે સી.આર.પી.એફ. કેમ્પમાં જ ફરજ બજાવતા વિષ્ણુભાઈ પ્રજાપતિનો દીકરો પાર્થ તેમની પાસે આવ્યો હતો અને તેણે પ્રસાદ વિતરણ કરવાની વાત કરી હતી. જેથી દિનેશભાઈએ બધાને સરખા ભાગે પ્રસાદ વેચવાનો હોવાથી તમે રહેવા દો તેવું કહેતા વિષ્ણુભાઈ પ્રજાપતિ તેમની ઉપર ઉશ્કેરાઈ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારબાદ પાર્થે તેના હાથમાં રહેલું કડુ દિનેશભાઈના માથામાં મારતા લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ નીચે પડી ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ દિનેશભાઈને સારવાર માટે સીઆરપીએફ કેમ્પની કેમ્પની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. તેમની ફરિયાદના આધારે ચિલોડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application