ગુજરાતના વાપીમાં ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટરની CIDએ ધરપકડ કરી લીધી છે. આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાથ સંપ્રદાયમાં સાધુ બનીને રહેતો હતો. CID દ્વારા તિહાડ જેલમાંથી કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને સુરત લાવવામાં આવ્યો છે.હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર બંટી પાંડેની CIDએ ધરપકડ કરી લીધી છે, ત્યારે આરોપીને તિહાડ જેલમાંથી સુરત લવાયો છે. આરોપી બંટી પાંચ વર્ષ પહેલાં નાથ સંપ્રદાયમાં દીક્ષા લીધી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદીરખાનના પુત્ર અબુઝરનું અપહરણ કરીને પાંચ કરોડની માગ કરવામાં આવી હતી. જોકે, પરિવારે પૈસા ચૂકવ્યા હોવા છતાં અબુઝરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન સંજયસિંહ ઉર્ફે રાહુલની ધરપકડ કરાઈ હતી. જેની પૂછપરછ કરતા ગેંગસ્ટર બંટી પાંડેના સાગરિતોએ અબુઝરનું અપહરણ અને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ 2011માં વિયેતનામમાં ઈન્ટરપોલ દ્વારા બંટી પાંડેની ઝડપીને પછી ભારત લવાયો હતો.ગુજરાત સહિત, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યની જેલમાં બંટીને રાખવામાં આવ્યો હતો. જેમાં બંટી નાથ સંપ્રદાયના મહંત દંડીનાથ મહારાજના સંપર્કમાં આવ્યો અને પછી તેમાં જોડાઈને પ્રકાશાનંદ ગિરિ તરીકે ઓળખાવા લાગ્યો હતો. ત્યારબાદ જેલમાંથી નીકળીને તેને સાધુનો વેશ ધારણ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, બંટી પાંડે 1993ના મુંબઈના બોમ્બ બ્લાસ્ટ પછી છોટા રાજન ગેંગમાં જોડાયો હતો. છોટા રાજન માટે બંટી પાંડેએ ખંડણી ઉઘરાવવાનું કામ શરૂ કર્યું હતું. જો કે, થોડા સમય બાદ તેણે પોતાની અલગ ગેંગ ઊભી કરીને અપહરણ, ખંડણી અને હત્યા જેવા ગુનોને અંજામ આપતો હતો. જ્યારે સુરતના હીરાના વેપારી રાજેશ ભટ્ટનું અપહરણ અને હત્યાના કેસમાં આરોપીની ગેંગ દ્વારા કરાઈ હતી. સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500