દુનિયામાં સૌથી ઝડપી વૃદ્ધિદરના ખિતાબની સાથે ભારત હાલ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 2030 સુધીમાં 7300 બિલિયન US ડોલરની GDP સાથે જાપાનને પછાડીને ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સંભાવના ધરાવે છે. આ સાથે તે એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની જશે. ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ 2022ના 3500 અબજ ડોલરથી 2030 સુધીમાં 7300 અબજ ડોલર થવાનો અંદાજ : S&P. એસ એન્ડ પી ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગના તાજેતરના પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સમાં આ વાત કહેવામાં આવી છે. 2021 અને 2022માં બે વર્ષની ઝડપી આર્થિક વૃદ્ધિ પછી ભારતીય અર્થતંત્રે 2023નાં નાણાકીય વર્ષની શરૂઆતમાં મજબૂત વૃદ્ધિ દર્શાવવાનું ચાલુ રાખ્યું છે.
ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષમાં 6.2-6.3 ટકાના દરે વધવાની ધારણા છે. આ સાથે ભારતીય અર્થવ્યવસ્થા આ નાણાકીય વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની જશે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.8 ટકા હતો. એસ એન્ડ પીએ જણાવ્યું કે, 'નજીકના ગાળામાં સ્થાનિક મજબૂત માંગની વૃદ્ધિના જોરે ભારતનું ઈકોનોમિક આઉટલુક 2023ના બાકીના સમયગાળા અને 2024માં વિશ્વમાં સૌથી સારૂં છે.' અમેરિકન ડોલરના સંદર્ભમાં કરવામાં આવેલ ગણતરી અનુસાર 2022માં GDP 3500 અબજ ડોલરથી 2030 સુધીમાં 7300 અબજ ડોલર થવાનો અંદાજ છે.
આર્થિક વિસ્તરણની આ ઝડપી ગતિના પરિણામે 2030 સુધીમાં ભારતીય જીડીપીનું કદ જાપાનની GDP કરતા વધી જશે અને ભારત એશિયા-પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.' અમેરિકા હાલમાં 25,500 અબજ ડોલરના GDP કદ સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. ત્યારબાદ 18,000 અબજ US ડોલર સાથે ચીન બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને જાપાન 42,00 અબજ યુએસ ડોલર સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 2022માં જ ભારતીય GDPનું કદ બ્રિટન અને ફ્રાન્સના GDP કરતા મોટું થઈ ગયું હતુ. ભારતનો જીડીપી 2030 સુધીમાં જર્મની કરતાં પણ વધી જવાની ધારણા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500