દેશના ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે, ધમકી આપનારે પહેલા બે વખતમાં 20 કરોડ અને ત્યારબાદ 200 કરોડ રુપિયાની ખંડણી માગી હતી ત્યારે હવે તેણે 400 કરોડ રૂપિયાની ખંડણી માગી છે. મુકેશ અંબાણીને આ પહેલા શનિવારે ઈ-મેલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને 20 કરોડ રૂપિયા માંગ્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે એ જ ઈ-મેલ દ્વારા ફરીવાર ધમકી આપીને રૂપિયા 200 કરોડની ખંડણી માગી હતી, ત્યારે હવે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી 400 કરોડ રૂપિયાની ખંડણી માગી છે.
ઉલ્લેખનીય છે કે, અઠવાડિયામાં આ ત્રીજી વખત મુકેશ અંબાણીને ધમકી આપી છે. છેલ્લા ઈ-મેલમાં ખંડણી માંગનાર વ્યક્તિએ લખ્યું છે કે, હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી દીધી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં. હાલ મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અગાઉ ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણીની કંપનીના ઈ-મેલ આઈડી પર મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે 'IF you don’t give us 20 crore rupees, we will kill you, we have the best shooters in India'. એટલે કે જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને જાનથી મારી નાખીશું. અમારી પાસે ભારતમાં બેસ્ટ શૂટર્સ છે. આ ઈમેલ મળ્યાં બાદ મુકેશ અંબાણીના સિક્યોરિટી ઈન્ચાર્જની ફરિયાદ પર મુંબઈની ગામદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે IPCની કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500