વ્યારામાં એક કારમાં આવેલા શખ્સોએ તલવારના ઘા મારીને બિલ્ડરની હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આરોપીઓના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સામે આવેલા સીસીટીવીમાં આરોપીઓની તસવીર સ્પષ્ટ જોવા મળે છે. હત્યારાઓએ તલવારના ઘા મારીને બિલ્ડરની જાહેરમાં હત્યા કરી હતી. જોકે બચાવવા પડેલા અન્ય બે વ્યક્તિઓને પણ જીવલેણ ઈજાઓ પહોચાડી હતી. સીસીટીવીના આધારે તાપી પોલીસ હત્યારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
વ્યારાના રાયકવાડમાં રહેતા બિલ્ડર નીશિષ શાહ 14મી મે શુક્રવારની રાત્રીએ આશરે 8 કલાકના અરસામાં વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે તરબૂચ વાળાની દુકાન આગળ ઉભા હતા તે સમય દરમિયાન એક કારમાં આવેલા 4 હત્યારાઓ મોપેડ ગાડીને ટક્કર મારી બિલ્ડરને રોડ ઉપર પાડી દીધો હતો. એકાએક થયેલા આ ઘટનામાં કઇંક સમજ પડે તે પહેલા કારમાંથી ચાર ઈસમો તલવાર-ચપ્પુ લઈને બિલ્ડર પર ઉપરા છાપરી આશરે 12 થી 15 જીવલેણ ઘા મારી બિલ્ડરને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો. જોકે બિલ્ડરને બચાવવા પડેલા અન્ય બે વ્યક્તિઓ ગણેશભાઈ અને દિગંબરભાઈને પણ જીવલેણ ઈજાઓ પહોચાડી હત્યારાઓ કાર લઈને નાશી છુટ્યા હતા. જોકે સમગ્ર ઘટના કેટલાક સ્થાનિક લોકોએ પણ જોઈ હતી અને સીસીટીવી કેમરામાં પણ કેદ થઇ ગઈ હતી. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બાદમાં કાર નંબર જીજે/05/જેપી/2445 બારડોલીના મઢી-સુરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલ માંથી મળી આવી હતી.
ઘટના અંગે પોલીસને મળેલ ફરિયાદ અનુસાર ત્રણેક માસ પહેલા નિશિષભાઈનો ઝગડો વિજયભાઈ પટેલ સાથે થયેલ ત્યારે વિજયભાઈએ જાનથી મારી નાંખવાની ધમકી જાહેરમાં આપી હતી. વિજયભાઈ પટેલે બિલ્ડરની હત્યા ચારેય હત્યારાઓ પાસે કરાવેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
(1) એક ઇસમે સફેદ કલરનું લાંબી બાંય વાળું શર્ટ તથા ભૂરા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. (2) બીજા ઇસમે કાળા કલરનું શર્ટ તથા સફેદ કલરનો પેન્ટ (3) ત્રીજા ઇસમે પીળા જેવા કલરનો શર્ટ તથા કાળા કલરનો પેન્ટ તથા (4) ચોથા ઇસમે ચોકડી વાળો શર્ટ તથા ભૂરા કલરનો જીન્સ પહેરેલ છે અને તેઓ શરીરે પાતળા બાંધાના તથા તેઓની ઉમંર 20 થી 35 વર્ષની હોઈ શકે છે.
બારડોલીના મઢી-સુરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલ માંથી મળી આવેલ કાર મામલે તપાસ કરતા કારના માલિકનું થોડા સમય પહેલા જ કોરોનામાં મોત નિપજ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જોકે કાર કોણે અને કોને કઈ રીતે વેચી ?? તે અંગે કાર માલિકના પરિવારજનો પાસેથી કોઈ પણ માહિતી મળી શકી નથી.
તાપી પોલીસે સીસીટીવી ફૂટેજ, જરૂરી નિવેદનો મેળવી ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી છે. જોકે જાહેરમાં બનેલી આ ઘટનાને 46 કલાકથી વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં હત્યારાઓ પોલીસની પકડથી દુર છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે જેમાં ચાર જેટલા ઇસમોના હાથમાં ચપ્પુ-તલવાર જેવા જીવલેણ હત્યાર છે. એક વ્યક્તિ રોડ ઉપર પડ્યો છે. એક કારે મોપેડને ટક્કર મારી છે. બાજુમાં તરબૂચની એક દુકાન છે અને કેટલાક ઈસમો નજરે પડી રહ્યા છે. સુત્રો અનુસાર બિલ્ડર નીશિષ શાહની હત્યાના જ ફૂટેજ પરંતુ આ બાબતે પોલીસને પૂછતા જવાબ આપવાનું ટાળ્યું હતું. હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે. જોકે વાયરલ ફોટોસનું તાપીમિત્ર પુષ્ટી કરતું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024