Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિલ્ડર નિશિષ શાહ મર્ડર કેસ : વ્યારા પોલીસે હત્યારા આરોપીઓને સાથે રાખીને રિહર્ષલ કર્યું

  • May 25, 2021 

તાપી જિલ્લાના વ્યારામાં થયેલ ચકચારી ઘટના એવી બિલ્ડર હત્યા કેસમાં મંગળવારે પોલીસે હત્યારા આરોપીઓને સાથે રાખીને રિહર્ષલ કર્યું હતું.

 

 

 

 

ગત 14 મી મે ના રોજ વ્યારાના બિલ્ડર એવા નિશિષ શાહની રાત્રી ના 8-30 કલાકના અરસામાં સરાજાહેર હત્યા કરાઇ હતી, જે મામલે પોલીસે હત્યારા ચારે યુવકોને તબક્કાવાર ઝડપી પડ્યા છે, આ યુવકોએ હત્યાની ઘટના ને કઈ રીતે અંજામ આપ્યો હતો, તેનું સંપૂર્ણ રિહર્ષલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું, આરોપીઓએ જે મુજબ બિલ્ડર નિશિષ શાહની રેકી કરી હતી જે તમામ રૂટો નું જાત નિરીક્ષણ કરવાની સાથે જે સ્થળે હત્યા થઈ હતી તે સ્થળે પણ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા, અને કઈ રીતે બિલ્ડરની હત્યા કરાઇ હતી, તેનું પણ જાત નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કર્યું હતું.

 

 

 

 

આપને અહી એ પણ જણાવી દઈએ છીએ કે, બિલ્ડર નિશિષ શાહની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ગુનામાં 80 હજારની સોપારી આપનાર મુખ્યસુત્રધાર નવીન ખટીક હજુ પોલીસ પકડથી દુર છે.

 

 

 

 

તાપી પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે..
  1. પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા રહે, અમરોલી-સુરત 
  2. નવીન ઉર્ફે રવી ચુડામણ રહે, અમરોલી-સુરત 
  3. ટીકો રબારી ઉર્ફે સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) રહે, બાબુ નગર, રામ કબીર મિલ-મઢી
  4. પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી રહે, બેઠેલ કોલોની, અંધારવાડી રોડ-વ્યારા
  5. દેવા મરાઠી ઉર્ફે દેવાભાઈ વિનોદભાઈ જાધવ રહે, કાલી બસ્તી રેલ્વે સ્ટેશનની બાજુમાં-સુરત 
  6. મન્નુંમાલિયા ઓરિસ્સાવાલા ઉર્ફે મન્નુ ગંતઈ સ્વાઈ હાલ રહે, ઉત્કલ નગર, સુમુલ ડેરી પાસે આવેલ ઝૂપડપટ્ટી-સુરત

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application