તાપી પોલીસે આજરોજ બિલ્ડર નિશિષ શાહની હત્યા મામલે સાત આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા મુખ્ય સૂત્રધાર નવીન ખટિકના ૧૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જોકે અન્ય છ આરોપીઓ પરિમલ સોલંકી, પ્રતીક ચુડાસમા, નવીન ભામરે, ટીકો રબારી, દેવા જાધવ અને મન્નું સ્વાઈ ના ઓના વધુ ૩ જૂન સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.
વ્યારામાં ગત.૧૪મી મે ના રોજ નિશિષ શાહ નામના બિલ્ડરની ચાર અજાણ્યા ઈસમો દ્વારા તલવારના ઘા મારી નિર્મમ હત્યા કરાઈ હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તબક્કાવાર ધરદબોચી લીધા હતા.હત્યા કેસમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધારને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશા પાસેથી ઝડપી પાડ્યો હતો.મુખ્ય સૂત્રધાર સહિત પોલીસના સંકજામાં સાત આરોપીઓ પકડાઈ ચુક્યા છે. ત્યારે સાતેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજુ કરતા ૮૦ હજારની સોપારી આપનાર મુખ્ય સૂત્રધાર નવીન ખટીકના ૧૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જયારે ૬ આરોપીઓના વધુ ૩ જૂન સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
તાપી પોલીસે અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી
- પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા રહે, અમરોલી-સુરત
- નવીન ઉર્ફે રવી ચુડામણ રહે, અમરોલી-સુરત
- ટીકો રબારી ઉર્ફે સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) રહે, બાબુ નગર, રામ કબીર મિલ-મઢી
- પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી રહે, બેઠેલ કોલોની, અંધારવાડી રોડ-વ્યારા
- દેવા મરાઠી ઉર્ફે દેવાભાઈ વિનોદભાઈ જાધવ રહે, કાલી બસ્તી રેલ્વે સ્ટેશનની બાજુમાં-સુરત
- મન્નુંમાલિયા ઓરિસ્સાવાલા ઉર્ફે મન્નુ ગંતઈ સ્વાઈ હાલ રહે, ઉત્કલ નગર, સુમુલ ડેરી પાસે આવેલ ઝૂપડપટ્ટી-સુરત
- નવીન ભવરલાલ ખટીક રહે, તોરણ વાટિકા રેસીડેન્સી મુસા રોડ-વ્યારા (મુખ્ય સુત્રધાર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500