Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં બિલ્ડરને જાહેરમાં રહેંસી નાખવાનો મામલો : ઘટનાને છ દિવસ છતા પોલીસ પુરાવાથી દુર, કહ્યું-તપાસ ચાલુ છે...

  • May 19, 2021 

વ્યારામાં ગત શુકવારે તલવારના ઘા મારીને બિલ્ડરની હત્યાની ઘટના સામે આવી હતી. જે પછી તાપી પોલીસ સામે ઘણાં સવાલો ઊભા થઇ રહ્યા છે. બિલ્ડરની જાહેરમાં હત્યાના છ દિવસ છતાં પણ તેની હત્યા અંગે પોલીસની તપાસ દિશાવિહીન હોવાનું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા છ દિવસમાં બિલ્ડર નીશિષ શાહ ની હત્યા કોણે કરી અને હત્યા પાછળનું કારણ શું હતું તે અંગે પોલીસને કોઇ પણ પુરાવો મળ્યો નથી. 

 

 

 

 

મહત્વનું છે, કે તરબૂચની દુકાન પાસે બિલ્ડર નિશિષ શાહ ઉભો હતો. તે સમયે કારમાં આવેલા ચાર ઇસમોએ તલવાર અને ચપ્પુ વડે જાહેરમાં બિલ્ડર ઉપર જીવલેણ હુમલો કરી બિલ્ડરને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો. જોકે ઘટનાને છ દિવસ છતાં હત્યારાઓ પોલીસની પકડથી દુર છે.

 

 

 

 

વ્યારાના રાયકવાડમાં રહેતા બિલ્ડર નીશિષ શાહ ગત.14મી મે શુક્રવારની રાત્રીએ આશરે 8 કલાકના અરસામાં વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે તરબૂચ વાળાની દુકાન આગળ ઉભા હતા તે સમય દરમિયાન એક કારમાં આવેલા 4 હત્યારાઓ મોપેડ ગાડીને ટક્કર મારી બિલ્ડરને રોડ ઉપર પાડી દીધો હતો. કારમાંથી ઉતરેલા ચાર ઈસમોએ તલવાર-ચપ્પુ લઈને બિલ્ડર પર ઉપરા છાપરી આશરે 12 થી 15 જીવલેણ ઘા મારી બિલ્ડરને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો. જોકે બિલ્ડરને બચાવવા પડેલા અન્ય બે વ્યક્તિઓ ગણેશભાઈ અને દિગંબરભાઈને પણ જીવલેણ ઈજાઓ પહોચાડી હત્યારાઓ કાર લઈને નાશી છુટ્યા હતા. જોકે સમગ્ર ઘટના કેટલાક સ્થાનિક લોકોએ પણ જોઈ હતી અને સીસીટીવી કેમરામાં પણ કેદ થઇ ગઈ હતી. ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

 

 

 

 

આ અંગે પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જેમાં ઘટના સ્થળેથી બિલ્ડરની એક્સેસ મોપેડ ગાડી, હત્યારાઓએ ઉપયોગમાં લીધેલી કારના આગળનું તેટેલું બમ્પર મળી આવ્યું હતું. જેમાં કારનો રજીસ્ટ્રેશન નંબર નંબર જીજે/05/જેપી/2445 સ્પષ્ટ નજરે પડી રહ્યો હતો જે નંબર પ્લેટના આધારે પોલીસે તપાસ પણ શરુ કરી હતી. બાદમાં કાર બારડોલીના મઢી-સુરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલ માંથી મળી આવી હતી. જોકે કાર માલિકનું કોરોનામાં મોત થયું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.

 

 

 

 

જોકે તાપી પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, આશરે 20થી વધુ લોકોના જરૂરી નિવેદનો મેળવી તપાસ શરુ કરી છે. મહત્વના પુરાવા એવા હત્યારાઓના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઘટનાને આજે છ દીવસ થવા આવ્યા છે. તેમ છતાં હત્યારાઓ પોલીસની પકડથી દુર છે. ત્યારે પોલીસ માટે હત્યારાઓને પકડવા એક પડકાર રૂપ બની ગયો છે. જોકે સમગ્ર ઘટના અંગે તાપી જિલ્લાના એસપીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ તપાસ ચાલુ છે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application