Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં બિલ્ડરની હત્યાનો મામલો : નીશિષ શાહને મારવા 80 હજારની સોપારી અપાઈ હતી

  • May 20, 2021 

વ્યારામાં ગત શુકવારે તલવારના ઘા મારીને બિલ્ડરની હત્યાની ઘટના સામે આવી હતી. જે મામલે તાપી પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી છે.

 

 

 

 

વ્યારાના રાયકવાડમાં રહેતા બિલ્ડર નીશિષ શાહ ગત.14મી મે શુક્રવારની રાત્રીએ વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે તરબૂચ વાળાની દુકાન આગળ ઉભા હતા તે સમય દરમિયાન એક કારમાં આવેલા 4 હત્યારાઓ મોપેડ ગાડીને ટક્કર મારી બિલ્ડરને રોડ ઉપર પાડી દીધો હતો.કારમાંથી ઉતરેલા ચાર ઈસમોએ તલવાર-ચપ્પુ લઈને બિલ્ડર પર ઉપરા છાપરી આશરે 12 થી 15 જીવલેણ ઘા મારી બિલ્ડરને જાહેરમાં રહેંસી નાંખ્યો હતો. બાદમાં કાર બારડોલીના મઢી-સુરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલ માંથી મળી આવી હતી.

 

 

 

 

 

તાપી પોલીસને ઘટના સ્થળેથી મળેલ કારનું તેટેલું બમ્પર જેના પર આરટીઓ રજીસ્ટ્રેશન વાળી નંબર પ્લેટ લાગી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવામાં આવ્યા હતા. પોલીસની છ દિવસની તપાસમાં નવીન ખટીક નામના ઇસમે બિલ્ડર નિશિષ શાહને મોતને ઘાટ ઉતારવા 80 હજારની સોપારી આપી હોવાનું જાણવા મળ્યું છે. જોકે નવીન ખટીક પોલીસ પકડથી દુર છે. જોકે બિલ્ડર પર જીવલેણ હુમલો કરનાર ચાર હત્યારાઓ પૈકી (1) પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા અને (2) નવીન ઉર્ફે રવી ચુડામણ બંને રહે,અમરોલી-સુરત નાઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુન્હાને અંજામ આપ્યા બાદ અને ગુનાને અંજામ આપ્યા પહેલા ગુન્હામાં મદદગારી કરનાર (3) સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) રહે, બાબુ નગર, રામ કબીર મિલ-મઢી અને (4) પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી રહે, બેઠેલ કોલોની, અંધારવાડી રોડ-વ્યારાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુન્હામાં સામીલ અન્ય આરોપીઓ મન્નું માલિયાઓરિસ્સાવાલા તથા દેવા મરાઠી, નવીન ખટીકની શોધખોળ હાથ ધરી છે.જોકે પોલીસને હત્યા પાછળનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી. 

 

 

 

 

 

હત્યારાઓને 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું જેમાંથી 30 હજાર ચુકવવામાં આવ્યા હતા..

બિલ્ડરને મોતના ઘાટ ઉતારવા માટે હત્યારાઓને 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું જેમાંથી 30 હજાર રૂપિયા હત્યારાઓને ચુકવવામાં આવ્યા હતા. જોકે નવીન ખટીકે જ સોપારી આપી હતી કે પછી અન્ય કોઈ ઈસમોએ તે એક તપાસનો વિષય બન્યો છે. હાલ નવીન ખટીક પોલીસ પકડથી દુર છે.

 

 

 

 

પરિમલ સોલંકીનો શું રોલ ?? : ગુન્હાની પહેલા પણ છે અને ગુન્હાની પછી પણ.....
ટીકુ રબારી નું શું રોલ ?? : હત્યારાઓને ભગાડવામાં અને છુપાવવામાં મદદગારી કરી હતી.

 

 

 

 

 

નવીન ભવરલાલ ખટીક નામના ઇસમે સોપારી આપી હતી 

નવીન ખટીક તેના મિત્ર પ્રતિક ચુડાસમા તથા અન્ય મિત્રો સાથે ગત 10મી મે નારોજ સાપુતારા ખાતે ફરવા ગયા હતા ત્યારે નવીનએ પ્રતિકને સોપારી હતી. નવીન ખટીકે હત્યારાઓને વ્યારા ખાતે બોલાવી પોતાના જુના ઘરમાં આશ્રય આપ્યો હતો. અને પોતાની પાસેની કાર નંબર જીજે/05/જેપી/2445 આપી હતી. આરોપીઓએ બિલ્ડર નીશિષ શાહની ત્રણ દિવસ સુધી રેકી કરી હતી. ગત તા.14મી એ હાઇવે ઉપર આવેલ હોટલ ઉપરથી ચપ્પુ, બેઝ બોલના ડંડા, તથા હાથની લોખંડની ફેટ ખરીદી હતી.

 

 

 

 

આરોપીઓનો ભુતકાળ ગુનાહિત 
  1. ફરાર નવીનભાઈ ભવરલાલ ખટીક વિરુદ્ધ અનેક ગંભીર નોંધાયેલ છે.
  2. સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી વિરુદ્ધ મારામારી, રાયોટીંગ, તથા મારી નાંખવાની કોશિશ મુજબના ગુન્હા નોંધાયેલ છે.
  3. પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા વિરુદ્ધ પાસા એક્ટ, રાયોટીંગ, લુંટ જેવા ગંભીર ગુન્હા નોંધાયા છે.
  4. નવીન ઉર્ફે રવી ચુડામણ વિરુદ્ધ રાયોટીંગ, લુંટ જેવા ગુન્હા સુરતમાં નોંધાયા છે.

 

 

 

 

હાલ તાપી પોલીસે બિલ્ડર નિશિષ શાહના તમામ કામધંધા તથા લેતીદેતીના વ્યવાહરોની તેમજ તેમના કૌટુંબિક જીવનમાં કોની સાથે દુશ્મની હતી તે સહિતના અન્ય તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application