તાપી જિલ્લાના વ્યારામાં થયેલ બહુ ચર્ચિત બિલ્ડર નિશિષ શાહની હત્યાના કેસમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધારને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશા પાસેથી બાતમી આધારે ઝડપી પાડ્યો છે. હત્યારાઓને સોપારી આપનાર નવીન ખટીક નામના આ ઈસમે અંગત જૂની અદાવત રાખી બિલ્ડરની હત્યા કરાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે તે એક તપાસનો વિષય બન્યો છે.
પોલીસે હત્યાના કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે
વ્યારામાં ગત.14 મી મે ના રોજ રાત્રીના 8-30 કલાકના અરસામાં નિશિષ શાહ નામના બિલ્ડરની ચાર અજાણ્યા ઈસમો દ્વારા નિર્મમ હત્યા કરાઈ હતી. બિલ્ડર નિશિષ શાહની હત્યા 4 આરોપીએ તલવારના ઘા મારી કરી હતી. પોલીસે હત્યાના કેસમાં અગાઉ 6 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે.
હત્યાનું સાચું કારણ શું હોય શકે તે અંગે પંથકમાં અનેક તર્ક વિતર્કો
હાલ બિલ્ડરની હત્યાના પ્રકરણમાં પોલીસના કહેવાનુસાર મુખ્ય સૂત્રધાર સહિત પોલીસના સંકજામાં સાત આરોપીઓ પકડાઈ ચુક્યા છે, જયારે હજુ હત્યાનું સાચું કારણ જાણવામાં પોલીસ મથામણ કરી રહી હોવાનું રટણ રટી રહી છે, હત્યાનું સાચું કારણ શું હોય શકે તે અંગે પંથકમાં અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500