ટ્રકમાં ઓવરલોડ રેતી ભરી જતો ટ્રક ચાલક પાસે ટ્રકના જરૂરી દસ્તાવેજો અને રોયલ્ટી ન હોવા છતાં તેમના વિરૂધ્ધમાં કરવાની થતી કાયદેસરની કાર્યવાહી નહી કરી,રૂપિયા ૧૦ હજારની લાંચ માંગવાના આરોપમાં તાપી જિલ્લાનો પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઈ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી વ્યારા નામદાર સેશન્સ કોર્ટે “રિજેકટ” કરી છે.
પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઇ શંકરભાઇ ચૌધરીએ ૧૦ હજારની લાંચ માંગી હતી.
બનાવની વિગત એવી છે કે, પોલીસ કોન્સ્ટેબલ હેમંતભાઇ શંકરભાઇ ચૌધરી નાએ પોતાની ટ્રાફીક ફરજ દરમ્યાન ટ્રકમાં ઓવર લોડીંગ રેતી ભરી જતા પકડાયેલ તે વખતે સાહેદ પાસે ટ્રકના જરૂરી દસ્તાવેજો અને રોયલ્ટી ન હોવા છતાં તેમના વિરૂધ્ધમાં કરવાની થતી કાયદેસરની કાર્યવાહી નહી કરી, સાહેદની હાજરીમાં રૂ.૧૦ હજાર લાંચની માંગણી કરી જે તે વખતે રૂ.૨૫૦૦/- સાહેદ પાસેથી સ્વીકારી લઇ અને બાકીના રૂ.૭૫૦૦/- બીજા દિવસે આપી જવા જણાવી અને સાહેદ પાસેથી બાકીના રૂ.૭૫૦૦/- બાબતે ટેલીફોનીક ઉઘરાણી કરી, પોતાના અંગત આર્થિક લાભ મેળવવા લાંચની માંગણી કરી,પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી રૂ.૧૦ હજારની ની લાંચની માંગણી કરેલ હોવાનું ફલીત થયેલ હોય, જેની સરકાર તરફે ફરિયાદ પોલીસ ઇન્સ્પેકટર, સુરત ગ્રામ્ય એસીબી સુરતનાએ આપતા આરોપી હેમંતભાઇ શંકરભાઇ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ વિરૂધ્ધ તાપી એસીબી પોલીસ મથકે લાંચની માંગણીનો ગુનો દાખલ થયો હતો. જે મામલે તા.૧૮.૦૬.૨૦૨૧ ના કલાક-૧૧:૩૦ વાગે અટક કરી મુદત અંદર નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીના રીમાન્ડ મંજુર કરેલ રીમાન્ડ પૂર્ણ થતા નામદાર કોર્ટે આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ.
સરકારી વકીલશ્રી સમીરબી.પંચોલીની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ, તાપી નાઓએ “રિજેકટ” કરી
આરોપી હેમંતભાઈ શંકરભાઇ ચૌધરીનાએ નામદાર સેશન્સ કોર્ટ,તાપી ખાતે રેગ્યુલર જામીન મેળવવા જામીન અરજી દાખલ કરેલ હતી જેમાં તપાસ કરનાર અધિકારીશ્રી દ્વારા સોગંધનામું ફાઇલ કરતા તેમજ આરોપી વિરૂધ્ધના દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, ટેકનિકલ પુરાવાઓને ધ્યાને લઇ તથા સરકારી વકીલશ્રી સમીરબી.પંચોલીની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટ, તાપી નાઓએ “રિજેકટ” કરી છે.
ડરો નહી લડો,ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવો
કોઈ સરકારી અધિકારી/કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નંબર : ૦૭૯-૨૨૮૬૬૭૭૨,ફેક્સ નંબર : ૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઈમેલ એડ્રેસ : [email protected]. વોટસઅપ નં.૯૦૯૯૯ ૧૧૯૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી શકો છો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500