Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking news : સુરતમાં મહિલા PSI વતી 10 હજાર રૂપિયાની લાંચ લેતા વકીલ રંગે હાથ ઝડપાયો

  • December 11, 2021 

કેટલાય સમયથી એસીબી દ્વારા લાંચીયા સરકારી બાબુઓ સામે સકંજો કસ્યો હોવા છતાં કેટલાક સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં, અને એમાંય જો ગૃહ વિભાગની વાત કરવામાં આવે તો લાંચ માંગવાના કિસ્સામાં ગૃહ વિભાગ પ્રથમ ક્રમે હોય છે. તેમ છતાં અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોજબરોજ લાંચ લેવા ના કિસ્સામાં ઝડપાયેલા હોય છે. ત્યારે આજે એસીબીના વધુ એક છટકામાં સુરતમાં મહિલા પી.એસ.આઇ વતી લાંચ લેતા વકીલ ઝડપાયો છે.મળતી માહિતી અનુસાર, એસીબીને ફરિયાદ કરનારા ફરીયાદી બેને તેમના પતિ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન, સુરત શહેર ખાતે અરજી આપેલ હતી. જે અરજીની તપાસ મહિલા પીએસઆઇ કમલાબેન રણજીતભાઈ ગામીત નાઓ કરતા હોય અને સદર બાબતે ગુનો દાખલ કરવા મહિલા પીએસઆઇએ વકીલ પંકજભાઈ રમેશભાઈ માકોડે મારફતે રૂપિયા 10,000/-ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, તા.10/12/2021ના રોજ ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશન વલસાડ નાઓનો સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદીની ફરીયાદના આધારે તા.11/12/2021ના રોજ લાંચના છટકાનુ આયોજન કરતા વકીલ પંકજભાઇએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, મહિલા પીએસઆઇ નાઓ વતી વકીલ પંકજભાઇ ફરીયાદી પાસેથી રૂા.10,000/-ની લાંચની માંગણી કરી હતી સ્વીકાર કરતા સ્થળ ઉપર જ પકડાઇ ગયો હતો. હાલ એસીબીએ મહિલા પીએસઆઇ કમલાબેન ગામીત અને વકિલ પંકજભાઇ નાઓને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application