Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાંપાવાડી પાસે બાઈક પાછળ બાંધેલા કોથળામાંથી દારૂની બાટલીઓ મળી આવી,બાઈક ચાલક ફરાર

  • June 24, 2021 

સોનગઢના ચાંપાવાડી ગામ પાસેથી વાહનચેકિંગ દરમિયાન એક બાઈક પરથી દારૂની 72 બાટલીઓ મળી આવી હતી જોકે બાઈક ચાલક નાશી છુટ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસો બુધવારે સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચાંપાવાડી ગામ પાસે આવેલ ઈંટના ભઠ્ઠા પાસે એક બાઈકનો ચાલક પોલીસને જોઈ જતા બાઈક સ્થળ પર મૂકી નાશી છુટ્યો હતો જોકે પોલીસે સ્થળ પર દોડી આવી તપાસ કરતા બાઈક નંબર જીજે/19/એન/225 ની પાછળ બાંધેલ એક કોથળામાંથી સુગંધી સંતરાની દારૂની કુલ બાટલીઓ નંગ 72 મળી આવી હતી.

 

 

 

 

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈની ફરિયાદના આધારે 10 હજારની બાઈક અને 3,600/- રૂપિયાનો દારૂ મળી કુલ રૂપિયા 13,600/-નો મુદ્દામાલ કબજે કરી નાશી ગયેલો અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application