સુરત જિલ્લામાં ચોમાસાઍ દસ્તક દીધા બાદ હવે જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધ્યો છે સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં ઠેર ઠેર વરસાદી પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હોવાથી તેમાં મચ્છરોના પોરા જાવા મળી રહ્યા છે મચ્છરોનો ઉપદ્રવ વધતાં મેલેરિયા જેવા રોગોઍ માથું ઉચક્યું છે જોકે કોવિડની સ્થિતિમાં લોકો ઘરેલુ ઉપચારમાં ટેવાઇ ગયા હોવાથી દવાખાના કે હોસ્પિટલમાં સારવાર લેવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ વિગતો મુજબ સુરત જિલ્લામાં હજીરા થી લઇ ઉમરપાડા અને માંડવી તેમજ મહુવા નાં ઉંડાણ ના ગામડાઓ સુધી નોંધપાત્ર વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે ઠેરઠેર ખાબોચિયા ભરાઇ ગયા છે જાહેર સ્થળ હોય કે રહેણાંક વિસ્તારો વરસાદી પાણીનો નિકાલ ન થતા ગંદા પાણીના ખાબોચિયા ભરાઇ ગયા છે. પાણીના પાત્રમાં વરસાદી પાણી સંગ્રહાયેલું હોવાથી મચ્છરોની ઉત્પત્તિ માટેનો મોકળું મેદાન મળ્યું છે. જિલ્લાના દવા છંટકાવની કામગીરી સાવ નહિવત્ત હોવાથી મચ્છર જન્ય બીમારીઍ માથું ઉચક્યું છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના ખાબોચિયા હજુ સાફ થયા નથી. જેથી મચ્છરો ના પોરા જાવા મળી રહ્ના છે. આરોગ્ય તંત્ર ઍ કોરોના ને જ મુખ્ય બીમારી માની હોવાથી અન્ય બીમારીઓ ત્યે પીછેહઠ કરાઇ રહી છે જેથી મચ્છર પણ વધ્યા છે.
મેલેરિયા રોગના મુખ્ય વાહકોમા ઍનાફિલીસ માદા મચ્છર મુખ્ય.
મેલેરીયા રોગ ના મુખ્ય વાહકો માં ઍનાફિલીસ માદા મચ્છર છે.આ મચ્છર નો બ્રિડિંગ સમય (ઈંડા મૂકવા) વરસાદી સમય છે આ કાર્ય માટે તેને લોહીની જરૂર પડતી હોવાથી માનવીને કરડે છે અને ઍ રીતે મેલેરિયા માંનવી થી ફેલાય છે મેલેરિયા માં ખાસ કરીને જુલાઇથી નવેમ્બર સુધી સાવધાનીથી વર્તવાની જરૂર હોય છે રોગ થાય ઍ પહેલાં જ સાવધાની રાખવામાં આવે તો જરૂર બચી શકાય છે.
આ સાવધાની રાખવી લોકોઍ જરૂરી છે.
મચ્છર ન થાય ઍ માટે વરસાદમાં ઘર આગળ પાણી ન ભરાય. પુખ્ત મચ્છર હંમેશા ઘરમાં દરવાજા અને બારીના ખૂણામાં ભરાઇ રહેતા હોવાથી સાફ રાખવા જરૂરી છે શક્ય હોય ત્યાં ઇલાજ થી બચવા માટે મચ્છરદાની માં સૂવું,ધુપ વિગેરે પણ કરી શકાય.ઍ પણ યોગ્ય છે.કારણકે મચ્છર લોહી લેવા સૂર્યાસ્ત પછી નો જ સમય પસંદ કરે છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500