લોરેન્સ બિશ્નોઈનાં નામે બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી ધમકી મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ સેલને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે 'લોરેન્સ બિશ્નોઈનો ભાઈ બોલી રહ્યો છું અને જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય તો તેણે અમારા મંદિરમાં જઈને માફી માંગવી અથવા 5 કરોડ રૂપિયા આપવા. જો આમ નહિ કરે તો તને મારી નાખવામાં આવશે. અમારી ગેંગ હજુ પણ એક્ટીવ છે. પોલીસને ધમકીભર્યા મેસેજની જાણકારી સોમવારે મળી હતી. ટ્રાફિક કંટ્રોલ રૂમમાં કામ કરતા એક અધિકારીએ અડધી રાત્રે આ ધમકીભર્યો મેસેજ વાંચ્યો હતો.
પોલીસ હાલમાં ધમકી આપનાર વ્યક્તિને શોધી રહી છે. થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ.2 કરોડની માંગણી કરતા અનેક વોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો. આ વિવાદ 1998નાં કાળિયારનાં શિકાર કેસથી સંબંધિત છે, જેમાં સલમાન ખાન પર કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, જોકે બાદમાં સલમાનને જામીન મળી ગયા હતા. આ દરમિયાન સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેને ધ્યાનમાં લઈને સલમાનને Y+ સિક્યુરિટી આપવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application