મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લામાં આવેલા શહાદા શહેરની વિકાસ હાઈસ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં ભણતો ૧૭ વર્ષીય વિદ્યાર્થી ગુમ થયાના ત્રણ દિવસ બાદ તાપી નદીમાંથી તેનો મૃતદેહ મળતા પોલીસની સાથે પરિવારના સભ્ય પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહાદા શહેરની વિકાસ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિતીન ચૌધરીનો દીકરો આર્યન નિતીન ચૌધરી (ઉ.વ.૧૭., રહે.વૃંદાવન નગર, શહાદા)એ ગત તારીખ ૩૧ ડિસેમ્બરના સોમવારે સવારે ૮ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરિવારજનોને ટ્યુશનમાં જઉં છું એવું કહીને મોપેડ લઈને નિકળ્યો હતો. તે સાંજ સુધી ઘરે ન આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાનમાં તેની મોપેડ શહાદા બસ સ્ટેન્ડમાંથી મળી આવી હતી જેથી બસ સ્ટેન્ડમાં તથા રસ્તા પર લગાવેલા CCTV કેમેરામાં તપાસ કરતા એ બસ સ્ટેન્ડમાં મોપેડ પર બેસી આવતા જોવા મળ્યો હતો. પરંતુ બહાર નિકળતા કેમેરામાં જોવા ન મળતાં દિકરાનો કોઈ પત્તો ન લાગતા તેના પિતાએ શહાદા પોલીસ મથકમાં ગુમ થયા હોવાની નોંધ કરાવી હતી જેથી પોલીસે પણ વિદ્યાર્થીને શોધવા ધમધમાટ શરૂ કર્યો હતો દરમિયાન તારીખ ૨ જાન્યુઆરી ગુરૂવારનાં રોજે સાંજે ૬ વાગ્યાની આસપાસ સારંગખેડા પાસે તાપી નદીના પુલ પરથી પસાર થતાં કોઈ રાહદારીને નદીના પાણીમાં તરતો એક મૃતદેહ નજરે પડતા ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલીક શહાદા પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. લોકોની મદદથી વિદ્યાર્થી યુવાનનો મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. તેની હત્યા થઈ છે કે પાણીમાં ડુબી જવાથી તેનું મોત થયું છે, તેની તપાસ પોલીસ કરી રહી છે. મોતનું સાચુ કારણ જાણવા મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application