મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં રાણીઆંબા ગામની સીમમાં રાણીઆંબા ગામથી કુમકુવા ગામ તરફ જતાં રોડ ઉપર ત્રણ બાઈક પર આવેલ 6 ઈસમોએ બાઈક પર સવાર એક શખ્સને રોકી તેની પાસેનાં રોકડ રૂપિયા લુંટી લીધા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં નંદવન સોસાયટીમાં રહેતા આઝહાગુ વિલીયાર અંબલમ ગત તારીખ 28/02/2025 નારોજ રાણીઆંબા ગામની સીમમાં રાણીઆંબા ગામથી કુમકુવા ગામ તરફ જતાં રોડ ઉપરથી પસાર થતા હતા.
તે સમયે R15 બાઈક પર સવાર બે ઇસમો આઝહાગુની બાઈકને ઓવરટેક કરી તેની બાઈક ઉભી રાખી હતી. તેમજ બીજી એકટીવા ગાડી પર સવાર બે ઇસમોએ આઝહાગુની બાઈકની એક સાઈડનાં ભાગે ગાડી લાવી ઉભી રાખી તેમજ ત્રીજી હોન્ડા જેવી બાઈક જેના ઉપર બે ઇસમો સવાર હતા, આમ આ ત્રણેય ગાડીઓ પર સવાર છ ઇસમોએ આઝહાગુની બાઈકને ઘેરી લીધી હતી.
ત્યારબાદ આઝહાગુને કહ્યું કે, ‘તારી પાસે જે કંઈ હોય તે કાઢી આપી દે’ તેવું કહ્યું હતું જેથી આઝહાગુએ ના પાડતાં તેની આગળ ઉભી રાખેલ R15 બાઈકની પાછળનાં ભાગે એક ઇસમ છરો લઈ બેસેલ હતો જે નીચે ઉતરી આઝહાગુને છરો બતાવી, ‘તારી પાસે જે હોય તે કાઢી આપી દે નહીં તો જાનથી મારી નાંખીશ તેવું કહી આઝહાગુનાં પેન્ટનાં ખીસ્સામાં મુકેલ છૂટક વેપારના રોકડા રૂપિયા ૯,૫૦૦/- હતા તે લુંટી લીધા હતા તેમજ કહ્યું કે, આ બાબતે કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને R15 બાઈક ચાલકે તેની પાછળ બેસેલ ઇસમને રાહુલ બેસી જા અને રાહુલે દિપક અને દિલીપને ચાલો નીકળો અહીથી તેવું કહી તેઓ છ ઇસમો ત્રણેય બાઈક પર બેસી આઝહાગુના રોકડ રૂપિયા ૯,૫૦૦/-ની લુંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે આઝહાગુ અંબલમ નાએ તારીખ 05/03/2025 નારોજ સોનગઢ પોલીસ મથકે 6 ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500