ઉમરગામનાં કરજગામ જોગણી માતા મંદિર પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પામેલા બાઈક ચાલકનું ૧૫ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતુ. મળતી માહિતી મુજબ, કલ્પેશ કોદીયા (રહે.ધોડીપાડા) સરીગામ જીઆઇડીસી નોકરી ઉપરથી ઘરે પરત ફરી રહ્યો હતો.
આ વેળાએ કરજગામ જોગણી માતા મંદિર પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી કલ્પેશભાઈની બાઈકને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા. અકસ્માત થતાં કલ્પેશભાઈને જમણાં પગે ફેક્ચર અને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ ભેગા થઈ કલ્પેશભાઈને સારવાર અર્થે ભીલાડ CHC લઈ જવાયા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ અને તે બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તારીખ ૨૦ માર્ચના રોજ કલ્પેશનું મોત નીપજયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application