Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે બાઈક સવાર દંપતિનું મોત, બે ઈજાગ્રસ્ત

  • January 08, 2024 

વડોદરાનાં ડભોઇ તાલુકાનાં ભીલાપુર ગામે વસાવા ફળિયામાં રહેતો વિક્રમ દલસુખ રાઠોડિયા તેની પત્ની આરતી તેમજ બે બાળકો સાથે ભીલાપુરથી વણાદરા ગામ તરફ બાઈક લઈને જતા હતા ત્યારે ભીલાપુર ગામની રેલવે ફાટક પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી બાઈક પર બેસેલા પતિ પત્ની અને બાળકોને રોડ પર પટકાયા હતા. જોકે બાઈક ચાલક વિક્રમ પર ટ્રકની ડ્રાઇવર સાઈડનું વ્હિલ ફરી વળતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ સાથે તેની પત્ની આરતી પણ મોતને ભેટી હતી. જ્યારે બે સંતાનોને નાની મોટી ઈજા થઈ હતી. અકસ્માત બાદ ટ્રક છોડીને ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે ડભોઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application