સુરતના પાંડેસરા પ્રમુખ પાર્ક અને ડીંડોલીને જોડતા બ્રિજ ઉપર મુસાફરોથી ભરેલી બીઆરટીએસની બસ અને બાઇક સવાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવારનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે મંગળવારની મોડી સાંજે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલ શૈલેષ નિકમ 3 સંતાનનો પિતા તેમજ ઘરનો આર્થિક સહારો હતા. આ અંગે મૃતકના ભાઈ કિરણ નિકમે કહ્યું કે, મારો ભાઈ શૈલેષભાઇ વિઠ્ઠલભાઈ નિકમ (ઉ.વ. 40)ને પરિવારમાં બે દીકરીઓ, એક દીકરો અને પત્ની છે. પાંડેસરાની મિલમાં સાડી ફોલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જયારે મંગળવારની રાત્રે તે નોકરી પરથી ઘરે પરત ફરતા બસની અડફેટે આવ્યા બાદ સિવિલમાં મોતને ભેટ્યો હતો.જોકે આ અકસ્માતના 2 કલાક બાદ જ મારા ભાઈએ દુનિયા છોડી ગયો હોવાની જાણ થતાં મારુ આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયુ છે. અકસ્માતને નજરે જોનાર ચિરાગ વાગલેકરએ કહ્યું કે, ડીંડોલી પ્રમુખ પાર્ક પાસે આવેલ રોડ પર રિપેરીંગના કામકાજને લઈ વન-વે હોવા છતાં બસ 50-60ની સ્પીડમાં દોડતી હતી. બસ ચાલકને છોડતા નહિ. એક પરિવારની આર્થિક સહારો છીનવી લીધો છે જેથી મને કહેશે ત્યાં સાક્ષી બનીશ અને નિવેદન આપીશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application