Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અડફેટે બાઈક ચાલક યુવકનું મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • November 22, 2023 

મોરબીના રાજપર નસીતપર જવાના રોડ પર કાર ચાલકે મોપેડને ઠોકર મારી હતી. અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, મોરબીના રાજપર ગામના રહેવાસી રમેશભાઈ બાબુભાઈ ગરચરે જેઓ કારનાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે તેમનો ભત્રીજો ભાવિન જીવાભાઈ ગરચર (રહે. રાજપર તા.મોરબી) પોતાની નંબર પ્લેટ વગરની નવી એકટીવા લઈને સાડા આઠેક વાગ્યે નસીતપર તરફથી રાજપર આવતો હતો. ત્યારે રાજપર ગામના તળાવની ગોલાઈ પાસે પહોંચતા એક કાર ચાલક સામેથી આવી અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જેથી એકટીવા સવાર ભાવિન રોડ પર પડી જતાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ભાવિનનું મોત થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application