Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ટ્રેક્ટર અડફેટે બાઈક ચાલક યુવકનું મોત

  • October 20, 2021 

વ્યારા માંથી પસાર થતો જુનો હાઈવે માર્ગ ઉપર વ્રજ ભૂમી હોટલની સામે ટ્રેક્ટર અડફેટે એક બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે.

 

 

 

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામના નિશાળ ફળિયામાં રહેતા રાહુલભાઈ સરમુખભાઈ ચૌધરી (ઉ.વ.30) જે સોમવારે સાંજે પોતાના મિત્રની બાઈક નંબર જીજે/26/કે/4999 ઉપર નિશાણા ગામ ખાતે દુખાવાની દવા લઈ પરત ફરતા હતા. તે સમય દરમિયાન વ્યારાની વ્રજભુમી હોટલ નજીક રોડ ઉપર ટ્રેક્ટર નંબર જીજે/24/બી/0512નો ચાલક પોતાના કબ્જાનું ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી રાહુલભાઈની બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક રોડ ઉપર પટકાયો હતો.

 

 

 

 

અકસ્માત બાદ યુવકને સારવાર અર્થે વ્યારાની જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સુનિલભાઈ ભીમસિંગભાઈ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસ મથકે અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application