બિહારમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જયારે બિહાર માંથી ફરી એકવાર મોટા સમાચાર આવી રહ્યા છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે પણ પુષ્ટિ કરી છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર કોરોના પોઝિટિવ થયા છે. હાલમાં ડોક્ટરોએ મુખ્યમંત્રી નીતિશ કુમારને આરામ કરવાની સલાહ આપી છે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રી નીતિશ કુમારની તબિયત સારી નહોતી જેથી સોમવારે રાત્રે મુખ્યમંત્રીની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જયારે મુખ્યમંત્રીની SOP હેઠળ સારવાર ચાલી રહી છે અને હાલમાં તબિયત સારી હોવાનું સામે આવ્યું છે.
બિહારમાં અગાઉ અનેક નેતાઓ કોરોનાની લપેટમાં આવ્યા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પટના મુલાકાત પહેલા બિહારના ડેપ્યુટી સીએમ સહિત અનેક કેબિનેટ મંત્રીઓ પણ કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું. બિહારમાં કોરોનાના કેસ સતત જોવા મળી રહ્યા છે પરંતુ રાહતની વાત એ છે કે, જે લોકો કોરોના મહામારીની લપેટમાં આવી રહ્યા છે તેઓની રિકવરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500