Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહનની અડફેટે આવતાં મહિલાનું મોત

  • November 19, 2021 

ભરૂચ શહેરના અયોધ્યાનગર સોસાયટીમાં અરવિંદ હપુરામ સીંગલા પરિવાર સાથે રહીને ટાઈલ્સ ફીટીંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે તેમના પત્ની અનિતા સીંગલા દહેજ બાયપાસ રોડ પર આવેલા શિલ્પી સ્કેવરમાં સફાઈની કામગીરી કરવા જાય છે. અનિતાબેન રાબેતા મુજબ સવારે પોતાના કામ અર્થે નીકળ્યા હતા.






તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે અનિતાબેનને અડફેટેમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનિતાબેનને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તેમના સાથી બહેનોએ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અનિતાબેનના પતિ અરવિંદ સીંગલાએ અજણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application