રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઈ) અને બંગાળ પોલીસે એક સંયુક્ત કાર્યવાહીમાં લગભગ 23 કિલો તસ્કરીનુ સોનુ પકડ્યુ છે. જેમાં પકડાયેલા સોનાની કિંમત બજારમાં 11.66 કરોડ રૂપિયા છે. આ સંબંધિત DRIનાં અધિકારીઓએ જણાવ્યુ કે, ઉત્તરબંગાળનાં પ્રાદેશિક એકમે બંગાળ પોલીસનાં સહયોગના આ સોનાને જલપાઈગુડીના માલબજાર પાસે જપ્ત કર્યુ છે. જાણકારી અનુસાર આટલા મોટા પ્રમાણમાં સોનાની ખેપને ભારત-મ્યાનમાર સરહદ દ્વારા તસ્કરીના માધ્યમથી ભારતમાં લાવવામાં આવી રહ્યુ હતુ.
જોકે તસ્કરોનો પ્રયત્ન હતો કે આ 11.66 કરોડ રૂપિયાની કિંમતના સોનાને સુરક્ષિત પોલીસની નજરોથી બચાવતા કલકત્તા પહોંચાડી દે અને આ માટે તસ્કરોએ 23 કિલો સોનાને બે એસયુવીમાં ખૂબ ચાલાકીથી છુપાવ્યુ હતુ પરંતુ DRIને મળેલી ચોક્કસ જાણકારીનાં આધારે તસ્કરોનો ઈરાદો નાકામ થઈ ગયો પરંતુ તસ્કરોના કબ્જામાંથી સોનાને મેળવવુ સરળ નહોતુ કેમ કે, તસ્કરોએ બંને એસયુવીમાં ગુપ્તરીતે સોનાને છુપાવ્યુ હતુ. પરંતુ બાતમીદાર એટલા ચોક્કસ હતા કે પોલીસને માહિતી મળી જ ગઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application