બારડોલી તાલુકાના વાંકાનેર ગામે રહેતો ૨૬ વર્ષીય યુવાન મિતેશ હેમંતભાઈ પટેલ જે ઉમરાખ ખાતે આવેલા વિદ્યા-ભારતી સંકુલની એસ.એન.પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરમાં લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતો હતો.
તે દરોરજ પોતાની મોટરસાઈકલ પર વાંકાનેરથી ઉમરાખ અપડાઉન કરતો હતો. ઉમરાખ કોલેજમાં નોકરી પૂર્ણ કરી પોતાની મોટરસાયકલ (નં.જીજે/19/એએન/7222) પર વાંકાનેર જઈ રહ્યો હતો. તે સમયે બારડોલી વાંકાનેર રોડ આફવા ગામની હદમાં સામેથી પુરઝડપે આવતી શેરડી ભરેલી ટ્રકે તેની મોટરસાઈકલને ટક્કર માર્યા બાદ ટ્રક પલટી ગઈ હતી. યુવક મોટરસાઈકલ સાથે નીચે પટકાતા તે ટ્રકની નીચે દબાઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક બહાર કાઢી બારડોલીની સ્મારક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ રોશન પટેલે બારડોલી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા બારડોલી પોલીસએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500